બધાને હોય છે, મારે ય મારા છે
તમે સહુનાં હશો, સહુ ક્યાં તમારા છે ?
ભલે અપવાદમાં મૂકો તમે, ખુદને
મનુષ્યો આમ તો અક્સર, નઠારા છે !
ગમે તે લ્યો નદી, જળ આપશે મીઠું
સમંદર એક નહીં, સાતેય ખારા છે !
ઘણાં બાળોતિયાના છે બળેલાં, અહીં
ઘણાના કાયમી ચડતા સિતારા છે !
નથી માગ્યું કશું, એ વાત નોખી છે
સહારા આજપણ એકે હજારા છે !
તરફદારી કરે નહીં કોઇની, ઈશ્વર
કરે, તો એની પાસે એના ધારા છે !
કરો નક્કી પ્રથમ, આગળ પછી વધજો
સફરમાં કેટલાં સાથે, પનારા છે !
-ડો.મહેશ રાવલ

સરસ ગઝલ્
ભલે અપવાદમાં મૂકો તમે, ખુદને
મનુષ્યો આમ તો અક્સર, નઠારા છે !
બહુ કડવો અનુભવ.
મઝાની ગઝલ
આ શેર ગમ્યો
કરો નક્કી પ્રથમ, આગળ પછી વધજો
સફરમાં કેટલાં સાથે, પનારા છે !
યાદ આવી
ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ,
રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે,
પડે છે જે … ઘરોબો થઈ ગયો છે,
આંસુઓ સાથે નથી સારો પનારો,
હું ય જાણું છું !
ફરી એકવાર આ રચનામાં મ.રા.ની ધાર ન અનુભવી શક્યો… કદાચ હું સંવેદનાની અલગ સપાટી પર હોઉં એમ પણ બને…
કેમ આટલી બધી નકારત્મકતા?
પરમ દીવસે જ થ્રી ઈડીયટ્સ જોયું .
આલ ઇઝ વેલ …. બોલો …
મારો જાત અનુભવ લખુ છું મહેશભાઇ
પરખાઇ જાય સમય આવ્યે બધું જ મિત્રો
તમે સહુના હશો, પણ કેટલા તમારા છે. ?
તરફદારી કરે નહીં કોઇની, ઈશ્વર
કરે, તો એની પાસે એના ધારા છે…. બહોત અછ્છે
ખૂબ ખૂબ અભિનંદન મહેશભાઇ! સરસ રજૂઆત અને મર્મ સભર બની છે.
“સાજ” મેવાડા
બધાજ શેર આસ્વાદ્ય થયા છે.
સરસ રચના !
ડો. સાહેબ..તમે માનવીને નઠારા કહી દો એ કેમ ચાલે ?
ગઝલ તો હમેશની જેમ સરસ..પણ નેગેટીવ શા માટે ? અને એ પણ તમારા જેવી વ્યક્તિ પાસેથી ?
નીતરતી ચાંદનીમાં વદ વિચારે છે
મનુષ્યો,હદ વિષે અનહદ વિચારે છે !
બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
બધા, સંબંધની સરહદ વિચારે છે !
આપની આ સુંદર પંક્તિ ( જે આપે મારા બ્લોગમાં પ્રતિભાવરૂપે મૂકી છે તે… મારા સંબન્ધસેતુમાં લેવાની છું.અલબત્ત આપના નામ સાથે એ કહેવાની જરૂર ખરી કે ? આભાર સાથે )
સુદરપ્રતિભાવ બદલ આભાર
બધાને હોય છે, મારે ય મારા છે
તમે સહુનાં હશો, સહુ ક્યાં તમારા છે ?
ખુબ સરસ
બધાને હોય છે, મારે ય મારા છે
તમે સહુનાં હશો, સહુ ક્યાં તમારા છે ? તરફદારી કરે નહીં કોઇની, ઈશ્વર
કરે, તો એની પાસે એના ધારા છે !
કરો નક્કી પ્રથમ, આગળ પછી વધજો
સફરમાં કેટલાં સાથે, પનારા છે ! ખૂબજ સુન્દર સેર છે અભિનન્દન.
સુંદર ગઝલ. ત્રીજો શે’ર વધુ ગમ્યો.
સુધીર પટેલ.
મહેશ ભાઇ તમારી દરેક રચનામાં વજન હોય છે (શરાબી -પિકચરનો સંવાદ યાદ આવી જાય તો નવાઇ નહીં ” शेर में वजन होना चाहीए “) ખેર..
બધાને હોય છે, મારે ય મારા છે
તમે સહુનાં હશો, સહુ ક્યાં તમારા છે ?
ઘણા સત્યો ગઝલ દ્વારા ઉજાગર કરો છો.જે લાંબા લચ ભાષણોમાં ન કહેવાય તે બે જ પંક્તીઓમાં કહેવાઇ જાય, કહો વજન છે કે નહીં ?