હું લખું છું એ વ્યથા, મારી નથી
એ અલગ છે કે દશા, સારી નથી !
લોકલાજે થાય છે, જે થાય તે
જાત કોઇએ, કોઇની ઠારી નથી !
કઈંક આપે, એજ પામે છે કશુંક
કોઇનું અહીં કોઇ આભારી નથી !
લત પડી ગઈ છે બધાને, આમ તો
તર્કની સીમા, કદી ધારી નથી !
થઈજશે ઝળહળ દસે-દીશા, તરત
કોઇ દીવાની કથા અંધારી નથી !
રોજ, ટુકડા સાંધવાનાં હોય છે
લાગણી ક્યારેય પરવારી નથી !
જે બળે છે, એજ બાળે છે બધું
કઈ વકલની આગ, ગોઝારી નથી ?
-ડો.મહેશ રાવલ

કઈંક આપે, એજ પામે છે કશુંક
કોઇનું અહીં કોઇ આભારી નથી !
મહેશભાઈ, સુંદર વાતો વણી લીધી છે ગઝલમાં.
સરસ ગઝલ! મત્લા વિશેષ ગમ્યો.
સુધીર પટેલ.
બહુ જ સરસ
કોઇ દીવાની કથા અંધારી નથી …..
સરસ ગઝલ !
સરસ ગઝલ.
ખૂબજ સુંદર રચના. કહેવાની રિત નિરાળી અને ભાવોની અભિવ્યક્તિ મઝાની.
‘સાજ’ મેવાડા
કોઇનુ કોઇ આભારિ નથી વાહ મહેશભાઈ વાહ
કોઇ દીવાની કથા અંધારી નથી !
સુંદર ગઝલ !
વાહ વાહ…મજા આવી ગઈ.. As alwz/… Excellent..:-)
લોકલાજે થાય છે, જે થાય તે
જાત કોઇએ, કોઇની ઠારી નથી ….. વાહ વાહ મઝા આવી ગઇ.. સરસ કાફીયા … ફાઇન ગઝલ
કેટલી સુંદર અભિવ્યક્તિ અને
કઈંક આપે, એજ પામે છે કશુંક
કોઇનું અહીં કોઇ આભારી નથી !
મજા લાવી દીધી.
રમેશ પટેલ(આકાશદીપ)
વસંતના વ્હાલ
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel(Aakashdeep)
કઈંક આપે, એજ પામે છે કશુંક
કોઇનું અહીં કોઇ આભારી નથી ! બહોત ખુબ ડો.સાહેબ્