આપણે ફરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે
તૂટતા-ખરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે !
જોઇએ કેવળ બધાને બે જ ગજ ધરતી, છતાં
ખૂબ વિસ્તરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે !
ઉત્તરોતર, ઝેરથી ઝેરી થતી ગઈ શખ્સિયત
મારતા મરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે !
ક્યાંક આપી, ક્યાંક લીધી જિંદગીભર ખાતરી
જાત ખોતરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે !
આજ છે, એવું કદીપણ સત્ય કડવું ક્યાં હતું ?
આપણે કરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે !
એક નહીં સાતેય ભવમાં, શૂન્ય અંતે શૂન્ય છે
તોય અવતરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે !
જે મળે, જ્યાંથી મળે, ત્યાંથી ઉલેચ્યું આપણે
ઠામણું ભરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે !
ડો.મહેશ રાવલ

૫-માં શેર સિવાય બધાજ શેર આસ્વાદ્ય લાગ્યા.
“શૂન્ય”ની કક્ષાની ગઝલ. બહુ જ ગમી. બહુ જ વિચાર કરતા કરી દે તેવી ગઝલ.
મને પણ પાંચમા શેરમાં બરાબર સમજ ન પડી. શૂન્ય થવાનું આવડી જાય; બસ.
આ જ ભાવ આ લેખમાં પણ મળશે.
http://gadyasoor.wordpress.com/2007/06/01/abhan_thavanu/
અને
http://gadyasoor.wordpress.com/2007/07/01/abhan_thavanu_2/
પણ ખાલી થવાનું એટલું સહેલું ક્યાં છે?
સુંદર ગઝલ્…રદિફ ગમ્યો
સપના
સુન્દર ગઝલ્
visit my blog ane leave your valuable comment
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
સુંદર રદીફવાળી મજાની રચના…
વિવેકભાઈની વાત સાથે સંમત..
ક્યાંક આપી, ક્યાંક લીધી જિંદગીભર ખાતરી
જાત ખોતરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે … બહોત ખુબ સરસ નવિન રદિફ વાળી ગઝલ..
સુંદર ગઝલ. પ્રથમ બે શે’ર વધુ ગમ્યાં.
સુધીર પટેલ.
આપની કવેતા ગમી . ખરે ખર આપની કવેતાગમે છે
http://palji.wordpress.com
કવિતા વિશ્વ
બહોત ખુબ ડો.સાહેબ આખિ રચના સરસ છે. જે મળે, જ્યાંથી મળે, ત્યાંથી ઉલેચ્યું આપણે
ઠામણું ભરતા રહ્યા, એ તો હજૂપણ ત્યાં જ છે !
મહેશભાઈ,
આનંદ આવ્યો. ખાસ તો “ઠામણું” હજી તમે સાચવી રાખ્યું છે, એ મજાની વાત છે. અમે ઠામડું કહેતા.