આદત માંડીવાળો…!

સરવાળો કરવાની આદત માંડીવાળો !
દરિયો છે, તરવાની આદત માંડીવાળો !

બાંધ્યું છે ગાંઠે તે વેરો  છુટ્ટાહાથે
સંતાડી ફરવાની આદત માંડીવાળો !

સહુને સહુનાં કર્મોનું ફળ આપે ઈશ્વર
ખુદને છાવરવાની આદત માંડીવાળો !

અહીંયા તો વાવીને લણવાનું છે ભઈલા !
છેલ્લે કરગરવાની આદત માંડીવાળો !

સમજણ આખું જીવન ઉછરી શંકાવચ્ચે
સતથી થરથરવાની આદત માંડીવાળો !

બળશે તો બળવાનું સુક્કા ભેળું લીલ્લું
તણખો થઈ  ઝરવાની આદત માંડીવાળો !

ઉઝરડાનું કારણ બનશો આગળ જાતાં
નખ થઈ  ઉછરવાની આદત માંડીવાળો !

એકા’દી ફળશે તો બીજી  ઊભી થાશે
ઈચ્છા અનુસરવાની આદત માંડીવાળો !

માણસ નામે આખી ઘટના ગોઝારી છે
પાછા અવતરવાની આદત માંડીવાળો !


ડો.મહેશ રાવલ

11 Comments

11 Responses to “આદત માંડીવાળો…!”

  1. P Shah says:

    માણસ નામે આખી ઘટના ગોઝારી છે
    પાછા અવતરવાની, આદત માંડીવાળો !

    આપણા હાથની વાત જ ક્યાં છે
    ગોઝારી ઘટનાને મઝાની કરીને
    અવતરવાની આદત પાડવી જ પડશે

    સુંદર રચના
    અભિનંદન !

  2. Nice Gazal. Enjoyed.

  3. અહીંયા તો વાવીને, લણવાનું છે ભઈલા !
    છેલ્લે કરગરવાની, આદત માંડીવાળો !

    કવિની ખુમારી ગમી ગઈ…
    બધા જ શેર ગમી ગયા.

  4. Anonymous says:

    એકા’દી ફળશે તો બીજી ઊભી થાશે
    ઈચ્છા અનુસરવાની, આદત માંડીવાળો !

    માણસ નામે આખી ઘટના ગોઝારી છે
    પાછા અવતરવાની, આદત માંડીવાળો !

    વાહ વાહ મહેશભાઇ… આખી ગઝલ ખુબ સરસ પણ મને આબે શેર ઘણા ગમ્યાં ફાઇન બહોત ખુબ…

  5. All your Gazals are fantastic. There are messages and painful emotions, one feels deep sense of longings and references to Almighty Gog. Very nice indeed.

  6. સુંદર ગઝલ… ખૂબ જ ગમી… રદીફ પણ મજાની લીધી છે.

  7. સમજણ આખું જીવન, ઉછરી શંકાવચ્ચે
    સતથી થરથરવાની આદત માંડીવાળો !

    આખી ય રચના બહુ જ સરસ છે.ઉપરની કળીઓ વધારે સ્પર્શી ગઈ !

  8. Vijay Rohit says:

    માણસ નામે આખી ઘટના ગોઝારી છે
    પાછા અવતરવાની, આદત માંડીવાળો !

    Bahot khooob,…
    nice ghazal…
    you can send your ghazal by email for our magazine also. its our pleasure.
    thx.
    vijay rohit
    sub editor
    feelings
    M : 0990 950 2536

  9. DIPAK M BHAVSAR says:

    બધા જ શેર સરસ છે પણ આ ચાર શેર ઘણુ કહિ જાય છે.
    બાંધ્યું છે ગાંઠે તે વેરો છુટ્ટાહાથે
    સંતાડી ફરવાની આદતમાંડીવાળો ! એકા’દી ફળશે તો બીજી ઊભી થાશે
    ઈચ્છા અનુસરવાની આદત માંડીવાળો !

  10. Nilesh says:

    પ્રિય મહેશભાઈ,

    ખુબ કહી….મજ્જા આવી ગઇ…

    ” માણસ નામે ઘટના છે અતિ વિસ્મયકારી
    ઇશક્રિપા ભુલવાની, આદત માંડીવાળૉ..” એવુ પણ ખરુને…..મહેશભાઈ…

    સર્વે કુશળ હશો…

  11. Ramesh Patel says:

    અહીંયા તો વાવીને લણવાનું છે ભઈલા !
    છેલ્લે કરગરવાની આદત માંડીવાળો !

    તમારી ગઝલમાં લાગંણી વણાઈ કઈંક ઝણઝણાટ પેદા કરી જાય છે.
    અભિનંદન ડૉશ્રી મહેશભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply