બધાથી અલગ સાવ જીવી રહ્યો છું
ઘણું પી ગયો જિંદગી પી રહ્યો છું !
અજાણ્યું નથી એક પણ દર્દ દોસ્તો !
સ્વજન જેમ એને ય સીંચી રહ્યો છું !
નવા કે જૂના, ઘાવ તો ઘાવ છે બસ
ઉતરડાય છે એમ, સીવી રહ્યો છું !
મને બહુ સમસ્યાએ ભીંસ્યો’તો અક્સર
હવે હું સમસ્યાને ભીંસી રહ્યો છું !
ન બદલી શક્યો હું મને કોઇ રીતે
વકલ આજપણ એજ, તીખી રહ્યો છું !
સમય સાચવે છે મને હું સમયને
સતત હું સમય જેમ, વીતી રહ્યો છું !
ઘસાયો જ છું આજલગ, હર પ્રકારે
અને એટલે આજ દીપી રહ્યો છું !
ડૉ. મહેશ રાવલ

સમય સાચવે છે મને હું સમયને
સતત હું સમય જેમ, વીતી રહ્યો છું !
વાહ … બહોત ખુબ.
સુંદર ગઝલ. છંદ પરિવર્તનથી શબ્દ ચયન અને ભાવનું પરિવર્તન પણ અનુભવાયું.
ઘસાયો જ છું આજલગ, હર પ્રકારે
અને એટલે આજ દીપી રહ્યો છું !
વાહ સુંદર
સુંદર રચના !
સમયને ભીંસવાની ખુમારી ગમી ગઈ…સુદર ગઝલ.
મને બહુ સમસ્યાએ ભીંસ્યો’તો અક્સર
હવે હું સમસ્યાને ભીંસી રહ્યો છું !
વાહ વાહ ક્યા બાત હૈ ! ખુબ જ સરસ ગઝલ
સમય સાચવે છે મને હું સમયને
સતત હું સમય જેમ, વીતી રહ્યો છું !
ઘસાયો જ છું આજલગ, હર પ્રકારે
અને એટદીપી રહ્યો છું ! ડો. સાહેબ તમારિ રચના ઓ ખરેખર ખુબજ સુન્દર હોય છે મને તમારિ રચના ઓ ખુબજ ગમે છે.
પ્રિય મહેશભાઈ,
ઘસાયો જ છું આજલગ, હર પ્રકારે
અને એટલે આજ દીપી રહ્યો છું ! ……આ વટ તો હું જ્ જાણૂને….
સુંદર ગઝલ છે…….નિલેશ…..
શ્રી મહેશભાઈ
આપની આ “જીવી રહ્યો છું “બહુ જ પસંદ આવી જાણે મારા મનોભાવને વાચા મળી ગઈ ! નીચેની પંક્તિઓમાં મારાં જ મનો ભાવ ઝીલાયા હોય તેવુ અનુભવ્યું !
મને બહુ સમસ્યાએ ભીંસ્યો’તો અક્સર
હવે હું સમસ્યાને ભીંસી રહ્યો છું !
ન બદલી શક્યો હું મને કોઇ રીતે
વકલ આજપણ એજ, તીખી રહ્યો છું !
ઉપરાંત છેલ્લી પંકતિઓ પણ અદભુત ભાવ પ્રદર્શિત કરે છે ! મને ખૂબજ ગમી ! ધન્યવાદ અને અભિનંદન ! બસ લગે રહો મહેશભાઈ !
ઘસાયો જ છું આજલગ, હર પ્રકારે
અને એટલે આજ દીપી રહ્યો છું !
સ-સ્નેહ
અરવિંદ