અભાગી રહ્યું છે…!

હજૂપણ, સતત એમ લાગી રહ્યું છે
મને કોઇ આજે ય, તાગી રહ્યું છે !

ગયું પણ નથી, કોઇ આવ્યું નથી અહીં
છતાં આંગણું કેમ જાગી રહ્યું છે ?

હતું એ તો હું ક્યારનો ખોઇ બેઠો
મને  કોણ મારાથી માગી રહ્યું છે !

જુદી છે હકીકત હવે સાવ તો પણ
કશુંક શૂળની જેમ, વાગી રહ્યું છે !

ન રાખી શકાયું કશું  હાથવેંતે
અને હસ્તગત પણ અભાગી રહ્યું છે !


ડો.મહેશ રાવલ

17 Comments

17 Responses to “અભાગી રહ્યું છે…!”

  1. ગયું પણ નથી, કોઇ આવ્યું નથી અહીં
    છતાં આંગણું કેમ જાગી રહ્યું છે ?

    સુંદર …

  2. હતું એ તો હું ક્યારનો ખોઇ બેઠો
    મને કોણ મારાથી માગી રહ્યું છે !

    સરસ શેર…..

  3. chetu says:

    સુન્દર … વ્યથિત હ્ર્દયના ઉદગાર્..!

  4. vishwadeep says:

    ગયું પણ નથી, કોઇ આવ્યું નથી અહીં
    છતાં આંગણું કેમ જાગી રહ્યું છે ? … આંગણું જાગી જાયછે કેમ?
    આંખમાઁ આસું આવી જાયછે કેમ?

    સુંદર..આ શે’ર મને ગમ્યો.. જોકે આખી ગઝલ વાચવાની મજા આવી…

  5. nishit joshi says:

    હતું એ તો હું ક્યારનો ખોઇ બેઠો
    મને કોણ મારાથી માગી રહ્યું છે !

    સરસ……..

  6. P Shah says:

    સરસ રચના !

    મને કોઇ આજે ય, સતત કાપી રહ્યું છે !

  7. ઘણા વખતે સંઘેડાઉતાર રચના માણવા મળી… બધા જ શેર સશક્ત થયા છે…

  8. પાચેય તગડા શેર સાથેની સુંદર..ગઝલ.
    કશુંક શૂળની જેમ વાગે ત્યારે જ વેદનાસભર લખાય છે..

  9. જુદી છે હકીકત હવે સાવ તો પણ
    કશુંક શૂળની જેમ, વાગી રહ્યું છે !

    વાહ વાહ … મઝાના કાફીયા અને મઝાનો રદીફ… અભિનંદન હાર્દિક

  10. સુંદર ગઝલ.
    ૪થો શેર બીજા બધા શેરની જેમ સીધો નથી ખૂલતો. હવે હકીકત શું જુદી એટલે કે સુંવાળી છે (કે ધ્યાનમાં લેવા જેવી નથી) એમ લઈએ તો તરત વાત ગોઠવાય છે.

  11. Rajul Shah says:

    સરસ શેર .

  12. ગયું પણ નથી, કોઇ આવ્યું નથી અહીં
    છતાં આંગણું કેમ જાગી રહ્યું છે ?
    .. ગમ્યું. આપનું બ્લોગઆંગણું બ્લોગમિત્રોની આવનજાવનથી સતત જાગતું રહેશે એવી અમને ખાત્રી છે.

  13. ન રાખી શકાયું કશું હાથવેંતે
    અને હસ્તગત પણ અભાગી રહ્યું છે !

    શ્રી મહેશભાઈ, તમારી આ રચના ખૂબજ અનન્ય લાગી. ગર્ભિત ભાવોનો અર્થ વાંચનાર ની ઉપર છોડી દીધા. મને ઉપરોક્ત પંક્તિઓ સૌથી વધારે ગમી.
    ‘સાજ’ મેવાડા

  14. sudhir patel says:

    સુંદર ગઝલ! પ્રથમ ત્રણ શે’ર વધુ ગમ્યાં. અભિનંદન!
    સુધીર પટેલ.

  15. Ramesh Patel says:

    ગયું પણ નથી, કોઇ આવ્યું નથી અહીં
    છતાં આંગણું કેમ જાગી રહ્યું છે ?

    ગઝલને એક અનોખા અંદાજથી આપે ઉભરાવી દિધી.

    રમેશ પટેલ(આકાશદીપ)

  16. Rajul Shah says:

    સરસ છે આ રચના.

Leave a Reply