જિંદગીભર ઘર વિષે વાતો કરી
છે નથી સરભર વિષે વાતો કરી
ત્યાં પડે એ છાપ ભૂંસાતી નથી
એટલે પથ્થર વિષે વાતો કરી
આંસુઓ પીધા પછીનો કેફ છે
કે,સતત સાગર વિષે વાતો કરી
એમણે વાતો કરી તડકા વિષે
મેં, બરફનાં થર વિષે વાતો કરી
કંઈ પછી નિપજ્યું નહીં, તો છેવટે
ફૂલ ‘ને અત્તર વિષે વાતો કરી
વર્ણવી શ્રધ્ધા સબૂરી કોઇએ
કોઇએ, કાફર વિષે વાતો કરી
જે પુરાવા માંગતા’તા એમણે
આખરે ઈશ્વર વિષે વાતો કરી !
ડો.મહેશ રાવલ

સુંદર રચના !
જે પુરાવા માંગતા’તા -આખરે
એમણે ઈશ્વર વિષે વાતો કરી !
આ શેર ખૂબ ગમ્યો.
જીવનના અનુભવોની સચ્ચાઈ રણકે છે તમારી ગઝલોમાં, તેનો એક વધુ નમૂનો..
સરસ ગઝલ.
ખુબ જ સરસ….
“માનવ”
સુંદર રચના…
સિંગાપુરીની વાડીનો ફોટોગ્રાફ જોઈ આનંદ થયો…
સુંદર ગઝલ. બધાજ શેર મમળાવવા ગમે એવા છે.
હંમેશ ની જેમ જ.. ગઝલ kabil-e-dad છે..
વર્ણવી શ્રધ્ધા સબૂરી કોઇએ
કોઇએ, કાફર વિષે વાતો કરી
vah vah saras gajhal …
જે પુરાવા માંગતા’તા -આખરે
એમણે ઈશ્વર વિષે વાતો કરી !
નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) યાદ આવ્યા.
સુંદર રચના !
જે પુરાવા માંગતા’તા -આખરે
એમણે ઈશ્વર વિષે વાતો કરી !
મહેશભાઈ, ખુબ સરસ રીતે ‘વાતો કરી’.
સુંદર રચના મહેશભાઈ!
આ શેર ખાસ ગમ્યાં:
આંસુઓ પીધા પછીનો કેફ છે
કે,સતત સાગર વિષે વાતો કરી
જે પુરાવા માંગતા’તા -આખરે
એમણે ઈશ્વર વિષે વાતો કરી !
મત્લામાં છે નથી સરભર વિશે માં શબ્દો થોડાક આગળપાછળ થાય છે તેથી શેરની ચોટ થોડી ઓછી થાય છે.
મારા મતે છેલ્લા શેરને થોડો આમ ફેરવીએ તો?
જે પુરાવા માંગતા’તા એમણે
આખરે ઈશ્વર વિશે વાતો કરી!
આંસુઓ પીધા પછીનો કેફ છે
કે,સતત સાગર વિષે વાતો કરી.
સુંદર શેર. છેલ્લો શેર પણ ગમ્યો. હેમંતભાઈની વાત વ્યાજબી લાગે છે. એથી શેર વધુ જાનદાર લાગે.
મને પણ સુધારો અસરકારક જણાયો-સાભાર સ્વીકૃત.
હેમંતભાઈ,દક્ષેશભાઈ અને અન્ય મિત્રોનો પણ ગઝલને બિરદાવવા બદલ આભાર.
બહુ સરસ મઝાની ગઝલ….વાહ..
ગઝલ ગમી. ગઝલકારોએ કહેલી વાતો પણ ગમી.
સુંદર ગઝલ! અભિનંદન!
સુધીર પટેલ.