વિચારે છે !

આ કોણ ચિત્રકાર છે....!

નીતરતી ચાંદનીમાં વદ વિચારે છે
મનુષ્યો, હદ વિષે અનહદ વિચારે છે

બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
બધા, સંબંધની સરહદ વિચારે છે !

અમુલ્ય જ છે મળે જે પ્રેમપૂર્વક તે
ઘણાં એવા ય છે જે કદ વિચારે છે !

જણસ કરતાં ય થઈ ગઈ લાગણી સસ્તી
હવે સહુ એ વકલને  રદ વિચારે છે !

વિસામો ક્યાં મળે છે થાક વચ્ચેથી ?
મળે તો  એ પછીના પદ વિચારે છે !


છંદવિધાનઃ લગાગાગા લગાગાગા લગાગાગા

ડૉ. મહેશ રાવલ

17 Comments

17 Responses to “વિચારે છે !”

  1. સરસ નિરુપણ. સુંદર ગૂઢ વાત. ગઝલ ગમી.

  2. વિજય શાહ says:

    નીતરતી ચાંદનીમાં વદ વિચારે છે
    મનુષ્યો, હદ વિષે અનહદ વિચારે છે

    સરસ્

    કૌતુક મને એટલું જ કે
    નકારાત્મક માણસો વદમાં શું વિચારતા હશે? ચંદ્ર ગ્રહણ?

  3. બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
    બધા, સંબંધની સરહદ વિચારે છે !
    - આ શેર ખૂબ સુંદર થયો છે…

  4. સરસ ગઝલ..
    બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
    બધા, સંબંધની સરહદ વિચારે છે !

    અમુલ્ય જ છે મળે જે પ્રેમપૂર્વક તે
    ઘણાં એવા ય છે જે કદ વિચારે છે !

    આ બે શેર વિશેષ ગમ્યા.

  5. ડો. શ્રી મહેશભાઈ,
    તમારા વિચારો સરસ છે, ગઝલ ના વિષયો પણ અવનવા અને સુંદર છે.
    ‘સાજ’ મેવાડા

  6. P Shah says:

    બધા, સંબંધની સરહદ વિચારે છે …..

    સુંદર ગઝલ !

  7. વિસામો ક્યાં મળે છે થાક વચ્ચેથી ?
    મળે તો એ પછીના પદ વિચારે છે !

    સુંદર .. ચરાતિ ચરતો ભગઃ …

  8. બધા, સંબંધની સરહદ વિચારે છે !…સરસ વિચાર્યુ તમે…અને સુંદર ગઝલમાં પરોવ્યુ..

  9. sudhir patel says:

    સુંદર ગઝલ!
    બીજો અને ત્રીજો શે’ર વધુ ગમ્યાં.
    સુધીર પટેલ.

  10. jjugalkishor says:

    બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
    બધા, સંબંધની સરહદ વિચારે છે !

    અમુલ્ય જ છે મળે જે પ્રેમપૂર્વક તે
    ઘણાં એવા ય છે જે કદ વિચારે છે !

    જણસ કરતાં ય થઈ ગઈ લાગણી સસ્તી
    હવે સહુ એ વકલને રદ વિચારે છે !

    પ્રેમ, લાગણી અને સંબંધો એ ત્રણેય માટેના આ ત્રણ શેર એકબીજાના પુરક બન્યા જણાય છે. સંબંધ શરુ થયા પહેલાં જ એની સરહદનો વીચાર કરનારઆઓ જ લગભગ પ્રેમ અને લાગણીના કદને રદ કરવાના મતના હોય છે. (‘બધા’ શબ્દ પ્રથમ વાર સંબંધોને માટે અને બીજો માણસો માટે યોજીને સરસ ગોઠવણ કરાઈ છે…)

    છેલ્લો શેર ગમી ગયો. થાક છતાં વીસામાને તરછોડનારઓ કદાચેય વીસામો મળે તો પણ એ વીસામા દરમીયાન પણ પછીનું પગલું ભરવા ઝંખે એ વાત જ ગજબની છે ! બહુ મજાની ગઝલ…

    જોકે પ્રથમ શેરમાં સુખના સમયે દુઃખની વાત અને હદ બાબત અનહદ વીચારવાની વાતનો તાળો મળતો જણાતો નથી.

  11. સરસ ગઝલ. બધા શેર આસ્વાદ્ય છે.

  12. “વિસામો ક્યાં મળે છે થાક વચ્ચેથી ?
    મળે તો એ પછીના પદ વિચારે છે !”

    આપણી દોડધામ વાળી જીન્દગીનું
    ખુબ જ સરસ નિરુપણ છે મહેશભાઇ આમાં

    “માનવ”

  13. nilam doshi says:

    બધા સંબન્ધની સરહદ વિચારે છે..ખૂબ સરસ..મહેશભાઇ આપના આ શેરનો ઉપયોગ મારી કોલમ ” સંબ્નધસેતુ”માં કરી શકું ને ? અલબત્ત આપના નામ સાથે..એ લખવાની આવશ્યકતા ખરી ?

  14. ખુબ જ મઝાની ગઝલ …લગાગાગા …છંદ…પ્રથમ તો અલગ અને નવા જ વિષય પર ગઝલ વાંચવા મળી… અભિનંદન

  15. nishit joshi says:

    બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
    બધા, સંબંધની સરહદ વિચારે છે !

    વાહ બહુ જ સુંદર ગઝલ…….

  16. Niraj says:

    ખુબ સરસ ગઝલ.. બધાજ શેર ગમ્યા..

  17. chetu says:

    બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
    બધા, સંબંધની સરહદ વિચારે છે !

    અમુલ્ય જ છે મળે જે પ્રેમપૂર્વક તે
    ઘણાં એવા ય છે જે કદ વિચારે છે !

    અરે વાહ .. સુન્દર રચના…!!

Leave a Reply